બરમદેવ બાપા અદિવાસી સમાજના આરાધ્ય દેવ ગણાય છે. વારતહેવારે તેમની શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે.  હોળીના તહેવાર ટાણે ખેતીનો પાક સારો ઉતરે ત્યારે નવા પાકને બરામદેવના મંદિરે  ચઢાવવાનો રિવાજ છે.

'બરામદેવઆદિવાસી ઘોડીયા સમાજનો માનીતો મુખ્ય દેવ છે. તે  ઘરની આસપાસ ખેતર ને છેડે ઝાડના થડ નીચે ઘુમટામાં બરામદેવ વિરાજે છે. આદિવાસી સમાજના ભગત કે ભગતાણી દ્વારા તેની વર્ષમાં એકવાર હવન સાથે પૂજાઅર્ચના થાય છે. 

આદિવાસીઓ કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં બરામદેવની અવશ્ય પૂજા કરે છે. લગ્ન સમયે વર અથવા વધૂને પીઠી લગાવતા પહેલાં તેનાં સ્થાનકે અચૂક પગે લાગી તેનાં આશિર્વાદ લેવામાં આવે છે. વ્યક્તિગત કે સામુહિક રીતે કુદરતી રીતે આપત્તિ આવી પડે ત્યારે બરામદેવની બધા રાખવામાં આવે છે અને ખેતરમાં સારો પાક ઉતરે ત્યારે બરામદેવને અચૂક તેનું સ્થાને નવું ધાન્ય ચઢાવવાનો રિવાજ છે. પહેલાંના સમયે કૂકડા અને બકરાની બલી ચઢાવવામા આવતી હતી.  હાલમાં શિક્ષણનો અને ધર્મનો વ્યાપ વધવાથી બકરાની બલી ચઢાવવાનું થોડાઘણાં અંશે નાબૂદ થયેલ છે. જ્યારે હજુ પણ  ક્યાંંક ક્યાંક  કૂકડાની બલી ચઢાવતા હોવાનું સાંભળવા મળે છે.   

જ્યારે હોળી પર્વ એ ખતરા તરીકે ઓળખાતા મૃતકોના લાકડાના બાવલાની પર્વે ખાસ પૂજા કરી પછી હોળીની ઉજવણી આદિવાસીઓ કરે છે.ખતરો એટલે માણસનું મૃત્યુ થયા પછી લાકડાનું બાવલું (ખાંભી ) બનાવીને ઘરના વાડામાં અથવા પસંદ કરેલી જગ્યાએ મૂકવામાં આવે છે. માણસના મૃત્યુ પછી મરનારને આખરી વિધિ પરજણ પતે પછી મુકવામાં આવે છે. આદિવાસીઓમાં પોતાની પેઢીની ઓળખ ખતરાની ઓળખ પરથી થાય છે. પૂર્વજોના લાકડાના બાવલાની પૂજા વાર તહેવારે હોળી તેમજ દિવાસાના દિવસે ખાસ પૂજા થાય છે. 

 આદિવાસીઓના દેવ થાનકો જેવાં કે કાકા બળિયા, હિંવાર્યા દેવ, બરામદેવ,   જેવા નામોથી પરિચિત છે,

 


Post a Comment