બરામદેવ - ધોડિયા આદિવાસીઓનો સાંસ્કૃતિક દસ્તાવેજ.

 બરામદેવ - ધોડિયા આદિવાસીઓનો સાંસ્કૃતિક દસ્તાવેજ

પ્રા. ડૉ. અરવિંદ વાઘેલા

પ્રકૃતિગત માનવમાત્રમાં જે કેટલાક સ્થાયી ભાવો છે. એ પૈકીનો એક ભાવ ભય છે. આદિ માનવને પ્રાકૃતિક બળોના ભયની સાથે બીજા અન્ય પ્રભાવક અગમ્ય પરિબળોનો અનુભવ પણ જીવનમાં થતાં આદિ માનવે પ્રકૃતિના વિવિધ તત્ત્વોની પૂજા, આરાધના કરવા માંડી, ભય કે અહોભાવને કારણે આવા બળોને દેવ દેવી સ્વરૂપે કલ્પી એમને પ્રસન્ન કરવા પૂજા અર્ચના કરવા માંડી, ઘરને આંગણે, ગામને પાદર, નદી-તળાવને કાંઠે કે પર્વત-ગુફાઓમાં એમની પ્રતિમા અને સ્થાનકો રચ્યા. પ્રાચીન સમયથી શરુ થયેલી આ પૂજા પરંપરા આદિવાસી સમાજમાં આજ પર્યંત યથાતથ જળવાયેલી જોવા મળે છે.

માનવજીવનને પ્રભાવિત કરનાર સૌથી પ્રભાવક બે પરિબળો છે : ૧. ધર્મ અને ૨. શિક્ષણ. ધર્મથી જે વાતાવરણ નિર્માણ થાય છે તેનાથી સમાજના આચાર વિચાર અને વ્યવહાર ઘડાય છે. જે તે સમાજના રીત રીવાજો, ધાર્મિક વિધિઓ, દેવ દેવીઓ વિશેની માન્યતા, મંત્ર તંત્ર અને ભૂતપ્રેત આદિની માન્યતાઓ એના પરજ નિર્ભર હોય છે. 

સમાજના એ કૂળદેવતા છે. બરામદેવ પ્રત્યે આસ્થા ધરાવતી મુખ્ય આદિજાતિઓમાં ધોડિયા, નાયકા, કુંકણા, ધાનકા, વારલી, કોળચા અને હળપતિ છે.


આદિવાસીઓ મુખ્યત્વે પ્રકૃતિપૂજક-પ્રાણીપૂજક છે. તેઓ પ્રકૃતિના ખોળે રહેતા પ્રકૃતિના બાળ છે. આદિવાસી શબ્દનો અર્થ જ છે આદિ એટલે આરંભનુ અને વાસી એટલે વસનાર. ચૌધરી બોલીમાં આદિવાસી માટે 'ભગવાનણે પાહે રેનારો' તે આદિવાસી કહેવાયું છે. 'સામરવાળા બરામદેવ-નાંધઈ' શીર્ષકથી લખાયેલા પ્રથમ લેખમાં 'બરામદેવ' નામની વ્યુત્પત્તિ અંગે જુદા જુદા મત દર્શાવાયા છે. કેટલાક અભ્યાસીઓ બરામદેવને બ્રહ્મદેવ (બ્રહ્મા) તરીકે ઓળખે છે. પરંતુ લેખકે પોતાનો સ્પષ્ટ મત દર્શાવતાં એને માત્ર ને માત્ર આદિવાસીઓનો લોકદેવતા કહે છે.


આ લેખમાં ધોડિયા આદિવાસીઓનાં મૂળ વતન અંગે પણ ઘણા મત મતાંતરો લેખકે દર્શાવ્યા છે. શ્રી મૂલચંદ વર્મા ધોડિયાઓને ધોળકા-ધંધુકાના વિસ્તારમાંથી સ્થળાંતરિત થઈ દ.ગુજરાતમાં આવેલા ગણે છે અને ભીમદેવ સોલંકી સાથે આવેલા લોકોએ ભીમદેવના નામ પરથી બરમદેવ એવું નામ આપ્યું હોવાની શક્યતા જુએ છે. પરંતુ આ પુસ્તકના લેખક એ વાત સાથે પણ સંમત નથી. કેટલાક અભ્યાસીઓ કૃષ્ણના યાદવ વંશ સાથે સંબંધ દર્શાવી તેઓ દ્વારકાથી ધોળકા-ધંધુકા અને રાજપીપળા થઈ ધુલિયા પહોંચ્યા હોવાનું જણાવે છે. જ્યાંથી તેઓ દક્ષિણ ગુજરાત આવ્યા હોય. તો વળી અન્ય કેટલાક વિદ્વાનો ધોડિયા આદિવાસીઓનો સંબંધ મહારાષ્ટ્રના ધુલે (ધુલિયા) સાથે જોડે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, ધરમપુર, ડાંગ અને ચીખલી તથા કેન્દ્ર શાસિત દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રના ધુલે, થાણે, નાસિક વિસ્તારોમાં ધોડિયા આદિવાસીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. ગુજરાતના ધોડિયાઓ અને મહારાષ્ટ્રમાં વસતા ધોડિયા લોકોની જીવન પધ્ધતિ, પહેરવેશ, બોલી, રીતરીવાજો, દેવ દેવીઓ અને સંસ્કૃતિમાં ઘણું સામ્ય જોવા મળે છે. ધોડિયાઓના દેવ બરામદેવ મહારાષ્ટ્રના ધોડિયા લોકોના પણ મુખ્ય દેવ છે. જેને કારણે આ મત વધુ પ્રતીતિકર લાગે છે.

ધોડિયા સમાજના દરેક કુટુંબના મુખ્ય દેવ બરામદેવ છે. ક્યાંક આખો સમાજ કે આખું ગામ તેમની પૂજા અર્ચના કરતો હોવાથી તે સમૂહના દેવ પણ કહેવાય છે. તેમનું સ્થાનક સાદગીપૂર્ણ અને પ્રકૃતિને ખોળે હોય છે. આદિવાસીઓ પોતાના ઘરના વાડામાં, ખેતરમાં, નદીકિનારે, ઝાડના થડમાં બરામદેવનું સ્થાનક કરે છે. મુખ્યત્વે સામર (શીમળો), સાગ, સાદડ કે ટીમરું જેવા વૃક્ષના થડમાં દેવનું સ્થાપન કરે છે. ઝાડના થડમાં દેવનું સ્થાપન કરવા પાછળ ઝાડમાં કોઈ અલૌકિક શક્તિ હોવાનું કારણ નથી પણ દેવતાને શીળી છાંય મળી રહે અને દેવ પ્રસન્ન રહે એ કારણ છે. બરામદેવની સ્થાપના વાળા વૃક્ષને કાપવાનો નિષેધ છે એની પાછળ આદિવાસી પ્રજાનો પ્રકૃતિ સાથેનો નાતો અને પર્યાવરણના જતનનો ઉમદા ઉદ્દેશ રહેલો છે.

આદિ દેવોના સ્થાનક અને કાર્ય અંગે વાર્તાકાર શ્રી અરવિંદ પટેલ પૃ.૨૭ પર નોંધે છે કે 'બરામદે હાંવરાહી બહે, ગોવાળ દેવ ડોબા હાચવુંલાગ. કોઠાએ કોટબરાહી બહે, માવલી ને કન્હેરી અનાજએ કોઠયેપાર બહે ને ગાંવામાં ભોવાની બહે' તો વળી કયા દેવોની પૂજા ક્યારે થાય તેનું સુંદર વર્ણન પૃ.૨૬ પર બોલીમાં આપે છે. 'બધે દેવાંઈ પૂજા ધોડિયાએ ઘરમાં વેવા

વતન વિચ્છેદને કારણે ઉભો થતો વતન નિર્વાસનનો ભાવ આજના આધુનિક સંચાર અને વાહન વ્યવહારના યુગમાં પણ એટલો જ પ્રબળ છે. વતનમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી મધ્ય ગુજરાતની કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપનાર પ્રોફેસર દંપતિ ડૉ. અરવિંદભાઈ અને ડૉ. સુધાબેન પટેલ મૂળ દક્ષિણ ગુજરાતના છે. પોતાના વતન, સમાજ અને ધર્મ પ્રત્યેનું ઋણ અદા કરવા તેઓ આ ગ્રંથ 'બરામદેવ' રચી ધોડિયા સમાજને અર્પણ કરે છે.

દસ્તાવેજી મૂલ્ય ધરાવતો આ ગ્રંથ 'બરામદેવ' નવ લેખોમાં વિભાજીત છે. અતીતની સુદીર્ઘ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા અને સાંપ્રત સમયમાં આવેલા પરિવર્તનોને વાસ્તવિક દ્રષ્ટિકોણથી આલેખતું આ પુસ્તક ભાવિ ઈતિહાસની ગરજ સારે એવું બન્યું છે. ગુજરાતના લોકોને માટે અજાણ્યા અને અપરિચિત એવા પ્રદેશનું, એના ભોળા આદિવાસી લોકોનું એમના પ્રાકૃત સમાજનું, એમના દેવ દેવીઓ અને માન્યતાઓનું તથા ધાર્મિકવિધિઓનું યથાર્થ આલેખન અહિ થયું છે. પુસ્તકમાં સંપાદિત ઘણા લેખો જુદા જુદા સામયિકોમાં પ્રગટ થયેલા છે. ધોડિયા આદિવાસીઓની સંસ્કૃતિ અને સંસ્કારવારસો જળવાઈ રહે, સંવર્ધિત થાય એવા શુભ હેતુસર લેખક બેલડીએ કરેલું આ સાહિત્યિક કાર્ય પ્રસંશનીય છે.

આ ગ્રંથનું નામાભિધાન જે દેવના નામ પરથી થયું છે તે બરામદેવ ધોડિયા આદિવાસીઓના મુખ્ય દેવ છે. વિશેષ કરીને ગુજરાતના વલસાડ, ડાંગ, ધરમપુર, ચીખલી, દમણ, સેલવાસ (કેન્દ્ર શાસિત) અને મહારાષ્ટ્રના થાણા, નાસિકના વિસ્તારમાં વસતા ધોડિયા વે તિયાર વે, એગ્ધિ માંદા પડી જાય ને ભગાત દેવામાં કાઢી ઓફે તિયાર વે, હપારાએ દિહ પૂણ દેવે પૂજે. ખળાય માં ભાત કાઢુના વે તિયાર કન્હેરીઈ પૂજા વે. ભગાત આખી રાત ઘાંઘલ્યે પાર કન્હેરીઈ કાણી આખે ભાતામાં દવાન પડનાં વે, વરહાત નાંય પડે થુવે, તિયારભી ગામદેવી ઈ પૂજા વે અવાન કરે. દહેરા જહે હપારાઈ ભી અવાન વે. જેમાં પયલાં તે બોકડા વાઢાય થતા. વાઘ બારહીએ દિહ વાઘાઈભી પૂજા વે.'


બરામદેવનું સ્થાનક પ્રકૃતિની ગોદમાં અને સાદગીપૂર્ણ હોય છે. કુંભારે બનાવેલ માટીના પાકા કરેલ મંદિરના નાના ઘુમટોને જ બરામદેવ તરીકે ઓળખવામાં આવે છે. સાથે માટીની ઘોડાની પ્રતિમા વાહન તરીકે પૂજાય છે. પૂજાની પદ્ધતિ પણ સાદગીપૂર્ણ છે. બરામદેવની પૂજામાં ફૂલ, ચોખા, સિંદૂર, દૂધ, અગરબત્તી ઉપયોગમાં લેવાય છે. માટીના કોડિયામાં તેલનો દિવો કરવામાં આવે છે અને ઉપર સફેદ ધજા લગાવવામાં આવે છે. અનાદિ સમયથી દેવપૂજામાં સિંદૂર, ચોખા અને ફૂલનો ઉપયોગ થતો રહ્યો છે. બરામદેવની પૂજા સાજે માંદે અને કુદરતી આપત્તિ સામે રક્ષણ માટે કરવામાં આવે છે. આદિવાસીઓ જીવન નિર્વાહ માટે સતત મજુરીમાં વ્યસ્ત હોવાથી દરરોજ પૂજાની પરંપરા નથી. વર્ષે એક વાર દેવની પૂજા કરવામાં આવે છે. જોરાવરસિંહ જાદવને ટાંકીને લેખકો નોંધે છે કે દર વર્ષે કારતક, માગશર કે ફાગણ માસમાં પૂજા થાય છે. દર વર્ષે બકરાની બલી પણ આપવામાં આવે છે. આજે પશુ બલી બંધ થઇ છે એ પ્રશંસનીય છે.

બરામદેવના સ્થાપન માટેની બે પદ્ધતિઓ ધોડિયા સમાજમાં પ્રચલિત છે :

૧. નવા બરામદેવ અને ૨. જૂના બરામદેવ.

નવા બરામદેવ લાવવાની પદ્ધતિ ખુબજ રસપ્રદ છે. નવા બરામદેવ લાવવાના કારણમાં મૂર્તિ ખંડિત થાય, પૂર પ્રકોપમાં મૂર્તિ નાશ પામે કે કુટુંબ સ્થળાંતર કરે ત્યારે કુટુંબના વડીલ ભગત સાથે નક્કી કરેલા દિવસે અને સમયે ગામ કે ફળિયાની વ્યક્તિઓને ભેગી કરી તૂર અને થાળી વગાડતાં પાણી ભરેલી નદીએ જાય છે. ભગત આ સમયે ધૂણે સાથે જેને ઘેર બરામદેવની સ્થાપના કરવાની હોય તે પણ ધૂણે. તેમજ પૂજાપાની થાળી તૈયાર કરી દિવો પ્રગટાવી નદીના વહેણમાં મુકવામાં આવે છે અને થાળી જ્યાં અટકે અને ગોળ ગોળ ફરવા લાગે ત્યાં ભગત અને બરામદેવ લેવા ગયેલી વ્યક્તિ બંને અથવા બે માંથી એક નદીમાં કુદી પડે છે અને ડૂબકી મારી તળિયેથી જે પથ્થર હાથમાં આવે તે બહાર લાવે અને તે જ બરામદેવની મૂર્તિ તરીકે સ્થાન પામે. પથ્થર ઊંચકી લાવવાની પણ માન્યતા છે. મૂર્તિનું સ્થાપન સામર, આંબા કે સાદડ જેવા વૃક્ષોના થડમાં સફાઈ કરી, ગાયના છાણ, મૂત્રથી લીંપણ અને દૂધમિશ્રિત મંતરેલા ચોખા છાંટી ભગત જગ્યાને પવિત્ર કરે છે. પછી આંબાના પાન, ફળ, ફૂલથી શણગારી બરામદેવનો ઘુંમટ (દેવ)નું સ્થાપન કરવામાં આવે છે. જુના બરામદેવના સ્થાપન માટેના કારણોમાં કુટુંબ સ્થળાંતર કરી જાય, કુદરતી પ્રકોપમાં દેવની મૂર્તિ નાશ પામે કે સ્થાનક દૂર પડે તેવી સ્થિતિમાં ભગત દ્વારા વિધિથી મહદઅંશે ઉપરોક્ત પદ્ધતિએ જ દેવની સ્થાપના કરવામાં આવે છે.

સામરવાળા બરામદેવ - નાંધઈ ધોડિયા આદિવાસીઓની શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર એટલે ઔરંગા નદીને કાંઠે આવેલ નાંધઈ ગામનો બરામદેવ. અહિ વર્ષો પુરાણું સામરવાળા બરામદેવનું સ્થાનક આવેલું છે. લેખકો આ લેખમાં નાંધઈ (ગરગેડીયા)ના બરામદેવનું સ્થાન, મહત્વ અને પૂજા પદ્ધતિ, પરચા અને પ્રચલિત દંતકથાઓનું વિગતે વર્ણન કરે છે. લેખકો નોંધે છે તે પ્રમાણે હજુ પણ ઘણી દંતકથાઓ લોકકંઠે પડેલી છે. આથી જરુરી બને છે કે સંશોધકો એને વધુ પ્રકાશમાં લાવે અને બરામદેવનો ક્રમબદ્ધ ઈતિહાસ લખાય.


અહિ વિશાળ સામર (શીમળા વૃક્ષ) ના થડમાં બરામદેવ અને બણભી બિરાજમાન છે. સાથે મહાલક્ષ્મી, હનુમાન, ચોહેંટ જોગણી, કાકા બળિયા જેવા આદિવાસીઓના દેવો બિરાજે છે. સામરના ભવ્ય વૃક્ષને કારણે સામરવાળા નામકરણ થયું છે. લેખક પ્રમાણે બરામદેવને નામે અનેક ચમત્કારો નોંધાયા છે. જેને કારણે આદિવાસીઓ અને અન્ય લોકોની શ્રદ્ધા વધુ દ્રઢ બની છે. લોકો પોતાના રોગો, દુ:ખ દર્દો, લગ્ન, નોકરી ધંધા, ખેતીવાડી અને કુદરતી આપતિ સામે રક્ષણ માટે આ દેવની બધા-આખડી કે માનતા રાખે છે. માનતા સફળ થતાં તૂર થાળી વગાડતાં વગાડતાં અને ગીતો ગાતાં ભગત દ્વારા માનતા પૂરી કરાવવામાં આવે છે. લેખમાં પૂજા પદ્ધતિની વિગત સભર વર્ણન મળે છે. સામાન્ય પૂજા પછી દારૂ તાડીની ધાર કરી, મરઘો કે બકરો દેવ સામે ઉભો રાખી તિલક કરી એનું બલિદાન દેવને આપવામાં આવે છે. વર્તમાન સમયમાં ભગતશ્રી છગનભાઈએ બલીની આ પ્રથા બંધ કરાવી છે. જે ધોડિયા સમાજમાં આવેલ એક રચનાત્મક પરિવર્તન ગણી શકાય. ધોડિયા આદિવાસીઓ કૃષિકાર હોવાથી નવી ખેતઉપજનો થોડો ભાગ પ્રથમ દેવને અર્પણ કરે છે. સમયની સાથે બદલાતા સમાજમાં આજે લગ્ન પછી નવ દંપતિ બરામદેવના આશીર્વાદ લેવા આવે છે. સમૂહ લગ્નો, પંચનો મેળાવડો, સામુહિક શ્રાદ્ધ કે છૂટાછેડા જેવા સામાજિક કાર્યો દેવની નિશ્રામાં થાય છે.

સમયની સાથે બદલાતા સમાજમાં બરામદેવના સ્થાનકના રંગ રૂપ પણ બદલાયા છે, છતાં બરામદેવનો ઘુંમટ, ઘોડા એ જ છે. બરામદેવની પૂજા આદિવાસી પૂજારીને હાથે જ થાય એ પરંપરા પણ જળવાઈ રહી છે. કાળક્રમે સામરનું વૃક્ષ પડી જતાં વર્તમાનમાં ત્યાં લોકફાળાથી નવું મંદિર બંધાયું છે. લેખકે મંદિરનું સ્થાપત્ય એના માપ સહિત દસ્તાવેજી રીતે દર્શાવ્યું છે. લેખક નોંધે છે તે પ્રમાણે આદિવાસી સ્થાનકોમાં હિંદુ દેવી દેવતાઓની મૂર્તિઓનું ઉમેરણ થઇ રહ્યું છે. મને આ આદિવાસી માન્યતાઓ પર અતિક્રમણ થઇ રહ્યું હોવાનું લાગે છે. જે મૂળ સંસ્કૃતિના જતન સંવર્ધન માટે અવરોધક લાગે છે. સવર્ણોએ પોતાના દેવ દેવીઓના ભવ્ય મંદિરો બનાવ્યા જ છે ! છતાં ઉદાર આદિવાસીઓ પોતાના સ્થાનકોમાં એમનો સ્વીકાર કરે એ એમની મહાનતા છે. એનાથી વિપરીત આવું આદિવાસી દેવો માટે વિચારી જુઓ કોઈ સવર્ણ સ્થાનકમાં બરામદેવની મૂર્તિ ? ગંગેશ્વર મહાદેવ ટ્રસ્ટ અને બ્રહ્મદેવ ટ્રસ્ટ ને બદલે માત્ર બરામદેવ ટ્રસ્ટ હોય તો શું ખોટું છે ? પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ વારસા માટે આદિવાસીઓએ જાગૃત થવું જ રહ્યું.

કનસેરી -આજ લેખના ઉતરાર્ધમાં ધોડિયા આદિવાસીઓની અન્નપૂર્ણા કનસેરી માતા વિશે માહિતી આપવામાં આવી છે. વલસાડ-ધરમપુર વિસ્તારના ધોડિયાઓ કનસેરીને અન્નની દેવી

તરીકે પૂજે છે. વિશેષ કરીને પાક તૈયાર થાય ત્યારે તેની પૂજા કરવામાં આવે છે. ધોડિયા આદિવાસીઓ દર પાંચ વર્ષે કનસેરીને ઘરમાંથી એક રાત બહાર કાઢી, ખળીમાં રાતવાસો કરાવી તેની વિધિવત પૂજા (લગ્ન લેવડાવે) કરે છે. તે રાતે ઘરના લોકો અને ગ્રામજનો તૂર અને થાળી વગાડી મધુર ગીતો સાથે બરામદેવની પણ પૂજા કરે છે. પાંચ વર્ષે થતી કનસેરીની પૂજાને 'જાગરણ' કે 'રાતવહતી' કહે છે. બરામદેવની પૂજામાં ભગત તરીકે ધોડિયા જ હોય તો સારું જયારે કનસેરીની પૂજામાં કુંકણા ભગત હોય તો સારું. આ ભેદ પણ વિશિષ્ટ છે. ભગતનું કાર્ય પૂજાસ્થાપન, મંત્ર તંત્ર દ્વારા મેલી વિદ્યાનું મારણ કરવું અને જંગલી ઔષધિઓ વડે લોકોના રોગોમાં મદદ કરવી. 'બરામદેવ'ના લેખકોએ શ્રદ્ધેય દસ્તાવેજી માહિતી સાથે આદિવાસી દેવ દેવીઓ અને સ્થાનકોના ફોટોગ્રાફ્સ આપી પુસ્તકને વધુ રસપ્રદ અને વિશ્વસનીય બનાવ્યું છે.


અરણાઈ - ગરમ પાણીના કુંડ


અરણાઈ આદિવાસી આસ્થાનું બીજું એક મહત્વનું કેન્દ્ર છે. પુસ્તકના બીજા લેખમાં એનું આલેખન કરતાં લેખકે આ વિસ્તારની નૈસર્ગિક વનશ્રીનું આલેખન કર્યું છે. પ્રકૃતિ સૌંદર્યનું વર્ણન કરતાં લેખકની કલમ સોળે કળાએ ખીલી ઉઠી છે. ભારતભરમાં અને સમગ્ર વિશ્વમાં આવેલા ગરમ પાણીના કુંડોની વિગતસભર અને વૈજ્ઞાનિક માહિતી આપી, અરણાઈનું ભૌગોલિક સ્થાન સ્પષ્ટ કરી આપ્યું છે. જેથી અરણાઈ જવા માંગતા પ્રવાસીઓ માટે માર્ગદર્શક સમાન આ લેખ બન્યો છે.

તળપદી બોલીમાં 'અઢણાઈ' તરીકે ઓળખાતું આ સ્થળ ગુજરાતના લોકોથી હજુ અજાણ્યું છે. વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં પાર નદીને કાંઠે આવેલું અરણાઈ નદી, ડુંગરોના પ્રકૃતિ સૌન્દર્યથી ઘેરાયેલું છે. ગરમ પાણીના કુંડ માટે જાણીતા અરણાઈ વિશે આ પ્રદેશમાં અનેક દંત કથાઓ પ્રચલિત છે. ઉનાઈની દંતકથા સાથે સામ્ય ધરાવતી અરણાઈની કથામાં પણ રામના વનવાસ દરમ્યાન સીતાને થયેલી સ્નાનની ઈચ્છા અને રામ દ્વારા બાણ મારતા આ સ્થળે ગરમ પાણીનો ઝરો ફૂટી નીકળવાની કથા છે. વર્ષો સુધી આ સ્થળ ગાઢ જંગલોમાં ગુપ્ત રહ્યું. જંગલમાં ઢોર ચરાવતા ગોવાળિયાઓની નજર આ ગરમ પાણીના કુંડ પર પડી તેઓ તેમાં સ્નાન કરતા પણ કોઈને કહેતા નહિ. આથી માતાએ આ કુંડની વાત લોકો સુધી પહોંચાડવાની આજ્ઞા કરી અને લોકો સુધી વાત પહોંચી. અહિ ત્રણ કુંડ છે જેને રામ, સીતા અને લક્ષ્મણ નામ આપવામાં આવેલા છે. બીજી કથા પ્રમાણે અહિ માવલીનું સ્થાનક છે. લેખક નોંધે છે તે પ્રમાણે ધરમપુરના રાજા મોહનદેવજી આ સ્થળની મુલાકાત લીધી હતી અને અહિ પૂજા માટે શિવ મંદિર અને માવલીનું મંદિર બનાવવાનો વિચાર કર્યો પરંતુ માવલીએ પુજારીને સ્વપ્નમાં જણાવ્યું કે - 'હું જંગલની દેવી છું, મારી જગ્યાએ બરાબર છું.' માવલીના સ્થાનકની અનેક માન્યતાઓ છે. માવલી એવી માતા છે જે પોતાના પુત્રના હિત આડે આવતા અનિષ્ટ પરિબળોનો નાશ કરી બરકત અને ઈચ્છિત ફળ આપે છે. માવલીના સ્થાનકની માટી શરીરે લગાવી સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જાય છે. લેખમાં આ વિસ્તારનું વૈવિધ્યપૂર્ણ પ્રાકૃતિક સૌંદર્ય અને વનસ્પતિના ઔષધિય ગુણોનું પણ આલેખન મળે છે. પારંપરિક રીતે વાઘબારસના દિવસે આદિવાસીઓ નવી ડાંગર, ચોખા, સિંદૂર, ફૂલ, ચોળાની સીંગ માવલીને અર્પણ કરી પૂજા કરે છે.


પાર નદીને કાંઠે આવેલ વેલવાચ, સિંચાઈ જેવા સ્થળોનું સ્થાન સ્પષ્ટ કરી અહીના ધાર્મિક સ્થાનકો તેમજ મહાલક્ષ્મીના નવા મંદિર સાથે અગાસી, ચિમોડી, પેટફોડી, બણભી, ગાયમુખી જેવી માતાઓની મૂર્તિઓ, કાકા બળિયા જેવા દેવોનું સ્થાપન મહાલક્ષ્મી મંદિરમાં છે. લેખમાં મંદિરનું વ્યવસ્થિત માપ દર્શાવી નજીકમાં આવેલ ઘોડાઈ દેવી, પાંચ પાંડવનાં પગલાં, બરમદેવ (ટોપલે) વગેરે આદિવાસી આસ્થાના સ્થાનકોની માહિતી આપવામાં આવી છે. શ્રી મહાલક્ષ્મી માતા (વેલવાચ) હનુમાન, ચોંસેઠ જોગણી (સિંચાઈ)ના ધાર્મિક સ્થળો અને દક્ષિણ ગુજરાતનું પ્રાકૃતિક સૌન્દર્ય મનભાવન રીતે અધ્યાપકીય કલમે આલેખાયું છે.

ગાય મુખી - અનાદિ કાળથી વસતી પ્રજાઓનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન રહ્યો છે. ધોડિયા આદિવાસીઓ પણ આ જ વ્યવસાય સાથે પરાપૂર્વથી જોડાયેલા છે. જેને કારણે પ્રકૃતિ અને પશુ પ્રાણીઓ પ્રત્યે તેમને અપાર પ્રેમ છે. ગાયમુખી એનું ઉદાહરણ છે. ધોડિયા આદિવાસીઓની શ્રદ્ધાનું કેન્દ્ર ગાયમુખી. વેંગણિયા ખાડી, સ્વર્ગવાહિની નદી અને વણઝાર ખાડી એમ ત્રિવિધ નામે ઓળખાતી નદી બરુમાળાની ટેકરીઓમાંથી નીકળી ઓઝર થઈ પાર નદીને મળે છે. ઓઝર ગામે વણઝાર ખાડી પર આ સ્થાનક આવેલું છે. વણઝાર ખાડી ઉદગમથી પાર નદીને મળે ત્યાં સુધીમાં બે જગ્યાએ ગાયમુખીના સ્થાનક આવેલા છે. (૧) ઓઝરપાડા (૨) ઓઝર. આજે તો ગાયમુખીની પહેલાં ફલધરા ગામે વણઝાર ખાડી પર જલારામ અને સાઈના મંદિરો પણ ઉભા થઈ ગયા છે.

ધોડિયા આદિવાસીઓ પોતાના પશુઓને પરિવારના સભ્ય તરીકે રાખે છે. પશુઓને પ્રેમથી નામ પણ આપે છે. લગ્નમાં દીકરીને ભેટ તરીકે પણ ગાય કે ભેંસ આપે છે. પશુઓ માંદા પડે તો દેવ દેવીઓની બાધા રાખે કે ભગત ભૂવાને શરણે જાય છે. હિંસક પ્રાણીઓથી કે વાઘથી પ્રાણીઓને બચાવવા વાઘબારસના દિવસે વાઘદેવની પૂજા કરે, ઘેર નૃત્ય કરે અને 'બારહી' ઉજવે. પશુઓ માંદા પડે તો ગોવાળદેવ, ગોહમાઈ માતા, માવલી, હિમાંરીયો દેવ જેવા દેવોની પૂજા કરે છે. સાથે બરામદેવની પણ બાધા રાખે. દેવમોગરાની યાહામોગી (પાંડોરી)

માતાની બાધા તમામ પ્રકારની મુશ્કેલીઓમાં દરેક આદિવાસી રાખે છે.આ વિસ્તારના ધોડિયા અને કુંકણા જાતિના લોકો ગાયમુખી પર વિશેષ આસ્થા ધરાવે છે. પશુને થતા વિવિધ રોગોમાં, ગાભણ ન થાય ત્યારે, ઢોર ખોવાઈ જાય ત્યારે ગાયમુખીની માનતા રાખી ભગત દ્વારા વિધિ વિધાન કરાવે છે. ભગતને તેઓ ભગવાનનો દૂત ગણે છે. ગાયમુખીની પૂજા પણ સાદગીપૂર્ણ અને પરંપરિત રીતે થાય છે. ગાયમુખી વિશેની અનેક ચમત્કારો અને માન્યતાઓ લેખકે નોંધી છે. ગાયમુખીનું સ્થાનક પવિત્ર ગણાય છે.

અતીતના ભવ્ય પારંપરિક વારસાની સાથે સાંપ્રત સમયમાં આવેલા પરિવર્તનોની નોંધ પણ પુસ્તકમાં લેવાઈ છે. શિક્ષણ અને આધુનિકીકરણની અસર હેઠળ આદિવાસી સમાજમાં જાગૃતિ આવતાં પશુપાલન એક અગત્યનો વ્યવસાય બની ગયો છે. ડેરી ઉદ્યોગ, કૃત્રિમ બીજદાન જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સ્વીકાર થવા માંડયો છે. જેથી ગાયમુખી પ્રત્યેની શ્રધ્ધામાં ઓટ આવી છે. છતાં મૂળ પરંપરા જાળવનાર લોકો આજે પણ એ અતીતને વળગી રહ્યા છે.


વાઘબારસ વાઘ પૂજા - આદિવાસીઓ પ્રકૃતિના ખોળે જીવતા હોવા છતાં પ્રકૃતિના રૌદ્ર રૂપનો ભય પણ એમને સતાવે છે. જંગલના હિંસક પ્રાણીઓ સામે રક્ષણ પ્રાપ્ત કરવા ભારતના વિવિધ પ્રદેશોમાં વસતા આદિવાસીઓ અને ગ્રામીણો વાઘ અને અન્ય હિંસક પ્રાણીઓની પૂજા કરે અને બલિદાન પણ ચઢાવે છે. એવી નોંધ સાથે લેખક પુસ્તકમાં દક્ષિણ ગુજરાતના ધોડિયા અને અન્ય આદિવાસીઓની વાઘપૂજાનું વર્ણન કરે છે. કુટુંબ અને પશુઓના રક્ષણ માટે લગભગ દરેક આદિવાસી ગામમાં વાઘદેવનું સ્થાનક હોય છે અને વર્ષે એક વાર, વાઘબારસના દિવસે સામુહિક પૂજાનું આયોજન પણ થાય છે. આદિવાસીઓના મુખ્ય તહેવારોમાં દિવાસો, વાઘબારસ, દિવાળી અને હોળી છે.


ડાંગના આદિવાસીઓ લાકડાના પાટિયા પર વાઘની મૂર્તિ કોતરે છે. સાથે સૂર્ય, ચંદ્ર, મોર અને નીચે નાગ જેવા પ્રકૃતિના તત્વોના ચિત્રો પણ ઉપસાવે છે. તેમના દેવો મુખ્યત્વે પ્રકૃતિના તત્વો હોય છે. ધોડિયાઓ કલાત્મક ઘાટવાળા પથ્થરને જ વાઘદેવ માને છે. બંને લેખકો શ્રી અરવિંદભાઈ અને સુધાબેને વિસ્તૃત અભ્યાસ પછી ગુજરાતના વિવિધ આદિવાસી વિસ્તારોમાં પ્રાણી રક્ષા માટે ઉજવાતા આ પ્રકારના તહેવારોની ઉજવણી અને તેની પદ્ધતિની વિગતે દસ્તાવેજી અને શ્રદ્ધેય માહિતી આપી છે.


વાઘબારસની ઉજવણીનું વર્ણન કરતાં તેઓ નોંધે છે કે - ધોડિયા લોકો ભેગા મળી પૈસા એકત્રિત કરી વાઘદેવનો પૂજાપો તથા સામુહિક રસોઈનો સમાન લાવે છે. આ ઉપરાંત દરેક પોતાને ત્યાંથી નવા ચોખા, લોટ અને ગાયનું દૂધ પણ પૂજા માટે લાવે છે. પરંપરાગત પૂજાવિધિ પછી વાઘદેવ આગળ દૂધ અને દારૂની આડી ધાર કરવામાં આવે છે. એક લોટામાં નવા ચોખા, દૂધ, જીવતી ગંધેલ સાથેનો પૂડો, બગલી (નદી)માંથી, ચેવટાં, મૂઈલી ટેમ, મોરો (નાની માછલી) તથા ઔષધમાં (પાણી કાંદો, ધરમૂળો, ભોંયરીંગણી) દારૂનું મિશ્રણ કરી વાઘદેવ આગળ મુકવામાં આવે છે. ભગત વાઘદેવના સ્થાનકે ધુણે છે તેમજ મરઘાનો ભોગ ધરાવવામાં આવે છે. ભોગ ધરાવેલ બકરા-મરઘાની રસોઈ બનાવી ઘરેથી લાવેલ રોટલા સાથે સમૂહ ભોજન કરવામાં આવે છે. ધોડિયા લોકો પરંપરિત વાનગીઓ પાનગા (ભાખર) અને મોળી ખીર (ખીચો) બનાવે છે. આ ઉત્સવમાં બાર -પંદર વર્ષના કિશોરો, ગોવાળિયાઓ શરીરે રંગ લગાવી વાઘ બને છે. જેને 'વાઘાયા' કહે છે.

વાઘ દેવના મુખ્ય સ્થાનકોમાં ઢોલ ડુંગરી ગામે ખટાણાની સીમમાં તાન નદી નજીક

વાઘદેવનું વર્ષો પુરાણું સ્થાન છે. અહિ પથ્થરમાં કોતરેલી વાઘદેવની મૂર્તિ છે. હાલ રાજપુરી તલાટ ગામે વાઘદેવની મૂર્તિ મોજુદ છે. ધોડિયા બોલીમાં વાઘપૂજાની સુંદર હકીકત લેખક અહીં રજુ કરે છે જે નોંધ પાત્ર છે.

વર્તમાનમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ તથા માણસની સ્વાર્થી વૃતિને કારણે જંગલોનું નિકંદન નીકળી ગયું છે. શિકારીઓ દ્વારા થતા વાઘના શિકારે વાઘના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. આદિવાસીઓ આધુનિકતા તરફ વળ્યા છે, નોકરી ધંધાને કારણે શહેરી રંગે રંગાયા છે એટલે હવે જૂની માન્યતાઓ ભુલાવા માંડી છે પરંતુ લેખક ગણેશ દેવી ને ટાંકી ને કહે છે - 'અગણિત સંઘર્ષો કરીને આદિવાસીઓએ તે (સંસ્કૃતિ) સાચવી રાખી છે. વાઘદેવના સ્થાનક, વાઘાયા, પૂજા પદ્ધતિ, ભોજન વગેરેના સુંદર ફોટોગ્રાફ્સ દ્વારા આ લેખ સુંદર અને આધારભૂત બન્યો છે.


શ્રી ગુપ્તેશ્વર મહાદેવ - નાંધઈ - ભૈરવી . લેખક મેક્સમૂલર, ભંડારકર, અને 'દર્શક'જેવાના મત દર્શાવી શૈવ સંપ્રદાય અને મહાદેવની પૂજાને આદિમ પ્રજાની લિંગપૂજા સાથે જોડે છે. 'દર્શક' નોંધે તે પ્રમાણે ઋગ્વેદમાં અનાર્યોની 'શિશ્નદેવા ' કહીને નિંદા કરી છે. આદિવાસી સંસ્કૃતિના અભ્યાસી શ્રી મલકાણ નોંધે છે તેમ 'આદિમ જૂથોમાં વિષ્ણુ મંદિર કે અન્ય મંદિરો


...જોવા મળતા નથી 'ભગવાન શંકર અરણ્યના દેવ છે, આદિમ જૂથોના આદિ દેવ છે. તેઓ તેમને મોટા દેવ કે બડા દેવ તરીકે ઓળખે છે. શંકર ભૂતોના કે ભીલોના દેવ છે. શિવ સાથે કિરાત અને શિવાની-પાર્વતી સાથે ભીલડીની કથા જોડાયેલી હોવાનું નોંધી મહાદેવને આદિમ જૂથોના દેવ તરીકે લેખક સ્થાપે છે.

આ લેખમાં આદિવાસીઓ માટે 'જાતરા' મેળાનું મહત્વ દર્શાવી, આદિવાસીઓ મેળામાં નાચ, ગાન અને વાદ્ય દ્વારા જીવનનો આનંદ વ્યક્ત કરે છે. મેળા શબ્દની વ્યુત્પત્તિ દર્શાવી આ વિસ્તારના મેળાઓની વિગતો આપવામાં આવી છે. ખાસ કરીને ખેરગામ તાલુકાના નાંધઈ - ભૈરવી જે ઔરંગાને કાંઠે આવેલું છે. જ્યાં ૧૭૫ વર્ષ જુનું સ્વયંભૂ શિવલિંગ છે જેને આદિવાસીઓ પવિત્ર માને છે. અહિ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. લેખમાં અન્ય દેવ દેવીઓ વિશેની માહિતી અને મંદિર, સ્થાનકનું માપ પણ દર્શાવવામાં આવ્યું છે. મંદિરના પુજારીઓ, ભગતો, ભૂવાઓની માહિતીની સાથે સમાજના આગેવાનો, દાતાઓ અને મદદકર્તાની મોટી યાદી પણ આપવામાં આવી છે.


ઈચ્છિત ફળ દેનાર મરીમાતા - ચીવલ ગામની મરીમાતા પ્રત્યે ધોડિયા અને અન્ય આદિવાસીઓ અપાર શ્રદ્ધા ધરાવે છે. નરગિસ નામની પારસી સ્ત્રીએ આ મંદિર બંધાવ્યું હોવાની કથા લેખક નોંધે છે. પથ્થરમાં બિરાજમાન મરીમાતા અને તેમના મંદિરનું માપ દર્શાવ્યું છે.લેખકોએ સમગ્ર પુસ્તકમાં દરેક દેવ દેવી અને મંદિરોના ચોક્કસ માપ અને ફોટોગ્રાફ્સ આપી

આ પુસ્તકને દસ્તાવેજની કક્ષાએ મૂકી દીધું છે. આદિવાસીઓ પોતાના જીવનમાં આવતી આફતો, મુશ્કેલીઓ અને દુઃખ દર્દોમાં મરી મા ને શરણે જાય છે. ચીવલ ગામની મરી માતાની પરંપરિત પૂજા અર્ચના માટે અહિ અનેક લોકો આવે છે. પોતાની માનતાઓ ચઢાવવા મરઘા -બકરાની બલી ચઢાવી સમૂહ ભોજન કરે છે. મરી માતાના સ્થાનકે અનેક ચમત્કારો નોંધાયા

હોવાનું લેખક નોંધે છે. આજે આ સ્થાનકે હિંદુ વિધિ વિધાનો પણ થાય છે. આ પુસ્તકમાં દર્શાવાયેલ આદિવાસી સ્થાનકોમાં સમયની સાથે આવેલ પરિવર્તનો, નવા મંદિરો અને અતિક્રમણ આદિવાસી સંસ્કૃતિને ઉપકારક છે કે કેમ ? એ અભ્યાસનો મુદ્દો બની રહે છે.

પુસ્તકના આઠમાં લેખમાં ભજનિક, સત્સંગી મણીભાઈ વિશે અને અન્ય દાતાઓ સમાજના આગેવાનો વિશેની દસ્તાવેજી માહિતી આપવામાં આવી છે. તો વળી પુસ્તકનું અંતિમ પ્રકરણ

સમૃદ્ધ સંદર્ભ સામગ્રી પૂરી પાડે છે. જે આ વિષયના ભાવિ અભ્યાસીઓને માટે ઉપકારક અને આશીર્વાદ સમાન નીવડશે. આ નોંધપાત્ર કાર્ય માટે લેખક દંપતિ ડૉ. અરવિંદભાઈ પટેલ અને ડૉ. સુધાબેન પટેલ અભિનંદનના અધિકારી છે. તેમનો આ ગ્રંથ 'બરામદેવ' ધોડિયા સમાજ અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ માટે 'સાંસ્કૃતિક દસ્તાવેજ' બની રહેશે.

પ્રા. ડૉ. અરવિંદ વાઘેલા સી. યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ.

Post a Comment